સરકારશ્રીના મહિલા સશક્તિકરણ અંગેના પ્રયત્નોને વધુ વેગવાન બનાવવાના ભાગરૂપે આગામી રક્ષાબંધન પર્વ નિમિત્તે સુરત મહાનગરપાલિકા અમલીકૃત દિનદયાળ અંત્યોદય યોજના – રાષ્ટીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ રચાયેલ સ્વ-સહાય જૂથો/ALF/CLFના સભ્યોને રાખડી તથા રક્ષાબંધન પર્વ સંબંધિત ચીજ-વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ માટે સીધે-સીધુ બજાર મળી રહે તે હેતુથી સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોન વિસ્તારમાં તા. ૦૧/૦૮/૨૦૨૫ થી ૦૯/૦૮/૨૦૨૫ સુધી “રાખી મેળા-૨૦૨૫”નું આયોજન રાખવામાં આવેલ છે. સુરત મહાનગરપાલિકા વિવિધ ઝોન વિસ્તાર ખાતે ૧૦૩ સ્ટોલ સ્વ-સહાય જૂથોની બહેનોને રોજગારી મળી તે હેતુથી ફાળવવામાં આવેલ છે.”
તા. ૦૧/૦૮/૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે જોગણીનગર પાર્ટી પ્લોટ અડાજણ, સુરત ખાતે માન.મેયરશ્રી દક્ષેશભાઈ કે. માવાણીના વરદહસ્તે ” રાખી મેળો-૨૦૨૫ ” ખુલ્લો મુકવામાં આવેલ. મા.મેયરશ્રીએ જણાવેલ કે, “સ્વ-સહાય જૂથની બહેનો ધ્વારા રાખડી તથા રક્ષાબંધન પર્વ સબંધિત ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી આર્થિક રીતે પગભર થઈ પરિવારને મદદરૂપ થવા માટેનો આ અનોખો સરાહનીય પ્રયાસ છે.” સરકારશ્રી તથા સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત રાખી મેળા થકી બહેનોને રોજગારીનો નવો વિકલ્પ મળી રહે છે. તેમજ પોતાના કુટુંબ માટે આર્થિક ઉપાર્જનમાં પણ મહત્વનો ભાગ ભજવી અને તેઓના જીવનસ્તરમાં સકારત્મક અભિગમથી પરિવર્તન લાવી શકે તે માટે મહિલાઓને વિવિધ સ્વરૂપે મદદરૂપ થવા સુરત મહાનગરપાલિકા હંમેશા કટિબધ્ધ છે”. આ પ્રસંગે ડે.મેયરશ્રી નરેન્દ્રભાઈ પાટીલ, નેતા શાસક પક્ષ શ્રીમતી શશીબેન ત્રિપાઠી, શાસક પક્ષ દંડકશ્રી ધર્મેશભાઈ વાણીયાવાલા, સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ શ્રીમતી સોનલબેન દેસાઈ તથા સુરત મહાનગરપાલિકાના વિવિધ સમિતિના અધ્યક્ષશ્રીઓ અને ઉપાધ્યક્ષશ્રીઓ તથા મ્યુનિ. સદસ્યશ્રીઓ હાજર રહી બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં, વિવિધ ઝોન વિસ્તાર ખાતે સ્થાનિક મ્યુ.સદસ્યશ્રીઓ ધ્વારા રાખી મેળાને ખુલ્લો મુકવામાં આવેલ.
:- વિવિધ વિસ્તારમાં આવેલ રાખી મેળાના સ્થળો :-
v જોગાણી નગર પાર્ટી પ્લોટ, જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની બાજુમાં, જોગાણીનગર પાર્ટી પ્લોટ પાર્કિંગની જગ્યા, હનીપાર્ક રોડ, અડાજણ, સુરત.
v સિંગણપોર મલ્ટીપર્પઝ હોલની બહાર, પ્રમુખ વિદ્યાલયની બાજુમાં, જય શિવમ સોસાયટીની સામે,સિંગણપોર રોડ, સુરત.
v અંકુર વિધાલયની બાજુમાં, આંબાતલાવડી, કતારગામ, સુરત.
v પાંડેસરા અર્બન હેલ્થ સેન્ટર(જુનું), ગુજરાત હાઉસિંગ બોર્ડ, પાંડેસરા, સુરત.
v લાલદરવાજા બ્રિજ નીચે, ખોડીયાર માતાના મંદિર સામે,સુરત
v બરોડા પ્રિસ્ટેજ શાકમાર્કેટ, મેઈન રોડ, વરાછા, સુરત.
v નાના વરાછા ઢાળ, નાના વરાછા આરોગ્ય કેન્દ્ર સામે, વરાછા રોડ સુરત
v મોર્ડ્ન ટાઉન શાક્ભાજી માર્કેટ પાસે (ખુલ્લા પ્લોટ્મા ), લીંબાયત, સુરત.
v માધવબાગની સામે પર્વત પાટિયા નજીક, લીંબાયત, સુરત.
v ડીંડોલી જળ વિતરણ કેન્દ્ર, મિલેનિયમ પાર્ક સોસાયટીની સામે, ડીંડોલી, સુરત.
v કારગીલ ચોક, SVNITના ગેટ નં.૨થી પોલીસ ચોકીના ગેટ સુધી, લેકવ્યુ ગાર્ડનની ફૂટપાથ પર, પીપલોદ, સુરત.
v ઓલપાડી મોહોલ્લા ન. પ્રા.શાળા નંબર- 1,2 ની બહારની ફૂટપાથ પર, સિટી બસ સ્ટેન્ડ ની બાજુમાં, નીરજ એપાર્ટમેન્ટની સામે, ઘોડદોડ રોડ, સુરત
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



