સુરતની ડીસીપી ઝોન ટુ ની એલસીબીની ટીમ અને સલાબતપુરા પોલીસની ટીમે બાતમીના આધારે પોલીસ ઈન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ઉમરવાડા ખાતે દરોડા પાડ્યા હતાં. અને ત્યાંથી 27.99 લાખની કિંમતના 279.9 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપી મોહમ્મદ અસલમ ઉર્ફે મારીયો પઠાણને ઝડપી પાડ્યો હતો. તો આરોપી પાસેથી રોકડ અને મોબાઈલ સહિત 28 લાખ 65 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.