સુરત મહાનગરપાલિકા દ્વારા વરસાદી માહોલ વચ્ચે પાંડેસરા વિસ્તારમાં આવેલ પિયુષ પોઇન્ટ આસપાસના રસ્તાઓ પર પડતા ખાડાઓને તાત્કાલિક દુર કરવા માટે Jetpatcher ટેકનોલોજી મશીનની મદદ લેવામાં આવી રહી છે. આ આધુનિક મશીન દ્વારા કામગીરી ઝડપથી અને અસરકારક રીતે કરવામાં આવી રહી છે. વરસાદ દરમિયાન રસ્તા ખાબકા થાય તે પહેલાં જ તેને સુધારવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં કામગીરી ઝડપથી હાથ ધરાઈ રહી છે. ખાસ કરીને પાંડેસરા વિસ્તારમાંના વ્યસ્ત રસ્તાઓ પર Jetpatcher ટેકનોલોજી દ્વારા ખાડા ભરવાનું કાર્ય સતત ચાલી રહ્યું છે, જેથી નાગરિકોને મુસાફરીમાં કોઈ તકલીફ ન થાય અને અકસ્માતોનું જોખમ ઘટે