
શહેરના લિંબાયત વિસ્તારમાં યુવકની જાહેરમાં ત્રણ જેટલા વ્યક્તિઓએ 80 સેકન્ડમાં 60 જેટલા ચપ્પુનાં ઘા મારી હત્યા કરી નાખી હતી. આ સમગ્ર મામલામાં પોલીસે હત્યા કરનારા આરોપી દીપક સરજુ સિંહ અને ભગવાન સવાઈને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. ત્યારે આ ગુનામાં વધુ બે આરોપીઓના નામ સામે આવતા પોલીસે તેમને ઝડપી પાડવા માટેની કામગીરી શરૂ કરી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે ડુંભાળ ફાયર સ્ટેશનની સામે વાટિકા ટાઉનશિપમાં રહેતા 45 વર્ષીય આલોક અગ્રવાલ નામના વ્યક્તિની ત્રણ જેટલા વ્યક્તિઓ દ્વારા 80 સેકન્ડમાં 60 કરતાં વધુ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી નાખી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ત્યારે પોલીસને જાણકારી મળી હતી કે, કાપડના વેપાર સાથે જોડાયેલો આ વ્યક્તિ અને ગુનામાં સંડોવાયેલો છે અને તેની હત્યા જૂના ઝઘડાની અદાવતમાં કરવામાં આવી છે. સાથે સાથે આ વ્યક્તિ સ્ટેટ મોનિટરિંગ સેલમાં બાતમીદાર તરીકે કામ કરતો હોવાની વિગતો પણ સામે આવી હતી. અશફાક નામના વ્યક્તિ સાથે મરનાર આલોક અગ્રવાલની કોઈ બાબતે ઝઘડો થયો હતો. તેની અદાવતમાં આરોપીએ તેના મિત્રો સાથે મળીને આ યુવકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો અને તેના ઘર નજીક બેઠો હતો ત્યારે તેના મિત્રો સાથે આવી તેના ઉપર ચપ્પુ વડે હુમલો કરી તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસે દીપક સરજુસિંહ અને ભગવાન સવાઈ નામના વ્યક્તિની ધરપકડ કરી લીધી છે. ત્યારે આ ગુનામાં સીસીટીવી સામે આવ્યા છે. તેમાં અબરાર લસી નામનો વ્યક્તિ પણ આ હત્યાની ઘટનામાં સામેલ હોવાનું સામે આવ્યું હતું.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



