
ઘટનાની માહિતી મળતાં ડુમસ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થળ પરથી 4 યુવકો તથા 2 યુવતીઓને દારૂ પીતી હાલતમાં ઝડપી લીધા. આરોપ છે કે યુવતીએ પોતાના મિત્રોને સાથે રાખીને વિકેન્ડ એડ્રેસના રૂમમાં બિન કાયદે દારૂ પાર્ટી યોજી હતી. સ્થળ પરથી પોલીસને વિદેશી દારૂની બોટલ, દારૂ ભરેલા અને ખાલી 8 ગ્લાસ અને રૂપિયા 2.55 લાખના કિંમતના 7 મોબાઈલ ફોન મળ્યા છે. આ કેસમાં પોલીસે મિત હિમાંશુ વ્યાસ, સંકલ્પ અજય પટેલ, લોક ભાવેશ દેસાઈ, સમકિત કલાપી વિમાવાલા પકડ્યા છે. તો બંને યુવતીઓ પણ દારૂના નશામાં હોવાની પુષ્ટિ થઈ છે
આ તરફ હોટલ માલિક ગૌતમ પટેલનું નિવેદન, હોટલમાં 464 રૂમ આવેલ છે, જે પૈકી 100 રૂમ જ હોટલ ના માલિકીના છે, જ્યારે બાકીના 364 અન્ય માલિકીના છે. રૂમ નંબર 443 નીલમ પ્રમોદ કેસાનને વેચાણ દસ્તાવેજથી આપવામાં આવ્યો છે અને દર્શન નામના ત્રાહિત વ્યક્તિને રૂમ ભાડે આપવામાં આવ્યો છે, જે વ્યક્તિનો ભાડા કરાર એપ્રિલ માસમાં પૂરો થયો છે, આ ઘટના માટે હોટેલ જવાબદાર નથી.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



