પ્રાપ્ત માહિતી અનુસારબારડોલીના ધુલિયા ચાર રસ્તા નજીક નજીવી ટકોર બાદ ઉશ્કેરાયેલા બાઇક સવારોએ એક કારસવાર યુવકને એ હદે ઢીકા પાટુનો માર માર્યો કે કારસવારનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે. મૃતકની ઓળખ અક્સાનગર વિસ્તારમાં રહેતા સુફિયાન રહેમાન શેખ કરીકે થઈ છે, જ્યારે આ ઘટનામાં બે લોકોને ગંભીર ઈજાઓ પહોંચનાથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. જે મામલે જાણ થતા જ શહેર પોલીસ પણ દોડતી થઈ છે.
આ ગંભીર ઘટના ગઈકાલે(8 ઓગસ્ટ) મોટી રાતના સમયે બની હતી, જ્યાં બારડોલીના અક્સાનગર, ગાંધી રોડ વિસ્તારમાં રહેતા 47 વર્ષીય સુફિયાન રહેમાન શેખ મારુતિ સ્વિફ્ટ કાર ચલાવી રહ્યા હતા. દરમિયાન ધુલિયા ચાર રસ્તા કોઈ કારણસર તેમને રસ્તા પર જતા બે બાઇક સવારોને ટકોર કરી હતી. જે બાદ તેઓ ઉશ્કેરાઈ ગયા અને બોલાચાલી કરવા લાગ્યા હતા. જોત જોતામાં આ ઘટનાએ એટલું ગંભીર સ્વરુપ ધારણ કર્યું કે, જેના પરિણામે કારચાલકને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



