
કતારગામ પોલીસની મોટી કાર્યવાહી: ખોટા હોલમાર્કવાળી ખોટી સોનાની ચેઇન વેચતી ગેંગ પકડાઈ. કતારગામ વિસ્તારમા સોનીની દુકાનમા અન્ય કોઇ ધાતુ ઉપર સોનાનો ઢોળ ચડાવી તેની ઉપર 916 હોલમાર્કવાળો માર્કો મારીને સોનાની ચેઇન વેચાણ કરતી ગેંગના સભ્યોને ધોરાજી તથા જુનાગઢ ખાતેથી પકડી સમગ્ર રેકેટને ઉજાગર કરતી કતારગામ પોલીસ
શહેરના કતારગામ પોલીસ સ્ટેશન હેઠળની પોલીસ ટીમે એક મોટું ઓપરેશન હાથ ધરતાં ખોટા હોલમાર્કવાળી ખોટી સોનાની ચેઇન બનાવતી અને વેચતી ગેંગને પકડી પાડવામાં સફળતા મેળવી છે. આરોપીઓ અન્ય ધાતુ (કોપર જેવી) ઉપર સોનાનો ઢોળ ચડાવી ‘916 હોલમાર્ક’નો ખોટો માર્ક મારી ચેઇનો બનાવતા અને ખોટા બિલ સાથે તે વેચી આર્થિક છેતરપીંડી કરતાં હતા. રાજ જ્વેલર્સના માલિક ઘનશ્યામભાઈ જીવરાજભાઈ સોનીની દુકાનમાં બે અજાણ્યા ઇસમોએ આવી ખોટી ચેઇન વેચવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચેઇનની શંકાસ્પદ ગુણવત્તાને પગલે તપાસ કરવામાં આવી અને ગુ.ર.નં. 11210021250947/2025 અનુસાર IPC અને BNS ની વિવિધ કલમોની અમલવારી હેઠળ ફરિયાદ નોંધવામાં આવી.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



