સુરત મહાનગરપાલિકા દ્વારા “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા” અભિયાન અંતર્ગત તા. ૦૨-૦૮-૨૦૨૫ થી ૧૫-૦૮-૨૦૨૫ દરમ્યાન શહેરના વિવિધ વિસ્તાર જેવા કે, શાળા તથા તેની આજુબાજુના વિસ્તાર, સ્લમ વિસ્તાર, જાહેર સ્થળો પર સાફ-સફાઈ તથા ડોર ટુ ડોર કેમ્પેઈન મારફત સ્વચ્છતા અંગેની જન-જાગૃતિનું આયોજન કરેલ છે. જે અંતર્ગત આજ રોજ વિવિધ ઝોન વિસ્તારમાં નીચે મુજબ ની કામગીરી કરવામાં આવેલ છે.
Ø સાઉથ ઝોન-બી (કનકપુર) વિસ્તારમાં આવેલ સાતવલ્લા સર્કલનું બ્યુટિફિકેશન અને પારડી કણદે – સિવિક સેન્ટર, સેલ્ફી પોઇન્ટ બનાવવામાં આવેલ.
Ø વરાછા ઝોન-એ વિસ્તારમાં બોમ્બે માર્કેટ પાસે આવેલ દીવાલ અને પુનિત સર્કલનું બ્યુટિફિકેશન કરવામાં આવેલ.
Ø લિંબાયત ઝોન-વિસ્તારમાં નીલગીરી સર્કલ નજીક આવેલ દીવાલ નું બ્યુટિફિકેશન કરવામાં આવેલ.
Ø રાંદેર ઝોન-વિસ્તારમાં ગુજરાત ગેસ સર્કલ અડાજણ નું બ્યુટિફિકેશન કરવામાં આવેલ.
Ø સાઉથ ઝોન – એ (ઉધના) વિસ્તારમાં સમાવિષ્ટ ઇલેક્શન વોર્ડ :- ૨૮ ના માન. મ્યુનિ સદસ્યોશ્રીની ઉપસ્થિતિમાં સુ. મ. પા. ના કર્મચારી સાથે છત્રપતિ શિવાજી મહારાજ શાક માર્કેટ અને તેને સંલગ્ન વિસ્તારના મેઇન રોડ / ધંધાદારી જગ્યા/ જાહેર જગ્યા/ દુકાનોધારકોને “હર ઘર તિરંગા” અંતર્ગત શહેરીજનોને સમજ આપી રાષ્ટ્રધ્વજનું વિતરણ કરવામા આવ્યુ.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



