રક્ષાબંધનના તહેવારોને ધ્યાને લેતાં સુરત શહેર વિસ્તારમાંથી આરોગ્ય અધિકારી અને ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રીની સુચના તથા સીધા માર્ગદર્શન હેઠળ તા.06/08/2025 ના રોજ દુધના માવાના કુલ-22 નમૂનાઓ પૈકીના કુલ-10 નમુનાઓ ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 અને તેના નીતિ-નિયમો અનુસાર ધારા ધોરણ મુજબના માલુમ પડેલ નથી, જે નીચે જણાવેલ સંસ્થા/ઈસમો સામે એડજયુડીકેટીંગ ઓફીસરશ્રી, સુરત સમક્ષફરીયાદ દાખલ કરવામાં આવશે.
| ક્રમ | સંસ્થાનું નામ | સંસ્થાનુ સરનામું | કારણ |
| 1 | M/s શંકરલાલ માવાવાલા | તરતિયા હનુમાન મંદિરની પાસે, હરીપુરા, સુરત | Dudh No mavo ના ધારા ધોરણ પ્રમાણે સ્ટાન્ડર્ડ ઓછા જણાયેલ છે.v વેજીટેબલ ફેટની મિલાવટ જણાય આવેલ છે. |
| 2 | શ્રી કૃષ્ણ માવા ભંડાર | 9/124, 221, ખાંડવાલા ની શેરી, વાડીફળિયા, અંબાજી રોડ, સુરત | |
| 3 | શ્રી ગણેશ ડેરી અનેમીઠાઈઓ | રાધેશ્યામ કોમ્પ્લેક્સ, આશા નગર-2, ઉધના, સુરત | |
| 4 | જય અંબે માવા ભંડાર | 9/930, ચાચવા શેરી, નાની છીપવાડ, ઝપતીયાહનુમાન પાસે, અંબાજી રોડ, સુરત. | |
| 5 | અંબા શંકર માવા ભંડાર | 9/2094, ગોપી શેરી, બરાનપુરી ભાગળ, સુરત. | |
| 6 | શ્રી કૃષ્ણ ડેરી | દુકાન નં.3, ભગુ નગર સોસાયટી, એલ.એચ.રોડ, વરાછા, સુરત. | |
| 7 | નંદકિશોર એસ માવાવાલા | કોટસફીલ રોડ, દેના બેંકની સામે, સુરત. | |
| 8 | અમૃત ડેરી ફાર્મ | દુકાન નંબર 7-8, ધનમોરા કોમ્પ્લેક્સ-ડી, સિંગણપોર રોડ, કતારગામ, સુરત. |
સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થયા હોવાની વાત સામે આવી છે, ફૂડ વિભાગે લીધેલા દૂધના માવામાં ભેળસેળ સામે આવી છે, દૂધના માવાના 10 સેમ્પલ ભેળસેળ યુક્ત નિકળ્યા છે. છેલ્લા 15 દિવસમાં 22 સેમ્પલ લીધા હતા જેમાં 10 સેમ્પલ ફેલ થયા છે. આ તમામ વિરુદ્ધ હવે એજ્યુકેટિંગ ઓફિસરને ફરિયાદ કરવામાં આવશે.
સુરત મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી સતત અલગ-અલગ વિસ્તારોમાં ખમણ, મીઠાઈ, ફરાળી ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગત બુધવારે વિવિધ સંસ્થાઓમાંથી ૨૨ દૂધના માવાના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જે પૈકી ૧૦ સેમ્પલ ફૂડ સેફ્ટી એક્ટના ધારા-ધોરણ મુજબ નહી હોવાથી ફૂડ વિભાગે સંસ્થાઓ સામે એડજ્યુકેટિંગ ઓફિસરને ફરિયાદ કરાશે પાલિકાના સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ હાલ તહેવારોની સીઝન ચાલુ છે ત્યારે પાલિકા દ્વારા ફરાળી ખાદ્ય પદાર્થ વિક્રેતા, મીઠાઈ વિક્રેતા અને દૂધના માવા વેચનારાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. શંકરલાલ માવાવાલા હરીપુરા, સુરત શ્રી કૃષ્ણા માવાભંડાર બાજી રોડ, વાડી ફળીયા શ્રી ગણેશ ડેરી અને મીઠાઇ આશાનગર-૨, ઉધના જય અંબે માવા ભંડાર નાની છીપવાડ, ભંડાર – બરાનપુરી ભાગલ • શ્રીકૃષ્ણ ડેરી એલએચ રોડ, વરાછા નંદકિશોર એસ કોટસફીલ રોડ, દેનાબેંક પાસે • અમૃત ડેરી ફાર્મ ધનમોરા કોમ્પ્લેક્સ, કતારગામ .અંબાજી રોડ • અંબા શંકર માવા .
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



