આજે સુરત (Surat) માં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં આયોજન થશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તિરંગા યાત્રામાં હાજર રહેશે. તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહે તેવી શક્યતા છે. વાય જંક્શનથી લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રા યોજાશે. યાત્રામાં વિવિધ રાજ્યના લોકો અને સેલિબ્રેટી હાજર રહેશે. અંદાજે ત્રણ લાખ જેટલા તિરંગાના વિતરણની વ્યવસ્થા કરાઈ છે. તિરંગા યાત્રાને લઈ બે કિલોમીટર સુધીનો રૂટ શણગારાયો છે.
ભવ્ય તિરંગા યાત્રામાં DJ પણ Tiranga Yatra માં જોડાશે. 12 કલચરલ સ્ટેજ યાત્રાના રૂટ પર બનાવવામાં આવ્યા છે. યાત્રામાં તમામ લોકોના હાથમાં તિરંગો જોકે મળશે. 1 લાખ કરતા વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવશે. યાત્રાના રૂટને તિરંગની થીમ પર શણગારવામાં આવ્યો છે. અલગ અલગ રાજ્યની સંસ્કૃતિના દર્શન પણ તિરંગા યાત્રા થશે. દોઢ કોલોમીટરનો તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. ભવ્ય સેલિબ્રેશન આ યાત્રામાં કરવામાં આવશે. 50000 કરતા વધુ લોકો આ Tiranga Yatra માં જોડાશે. મેડિકલ ટિમ, પાણીની સુવિધા તેમજ ટોયલેટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Tiranga Yatra મામલે સુરત પોલીસ કમિશનરે જણાવ્યું છે કે સ્કૂલ કોલેજના વિદ્યાર્થી, તેમજ ઈન્ડસ્ટ્રીના લોકો આ યાત્રામાં જોડાશે. તમામ માટે અલગ અલગ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 8 પોલીસના પ્લાટૂ યાત્રામાં જોડાશે. પેરામિલેટ્રી તેમજ અન્ય સુરક્ષા દળના પ્લાટૂન આ તિરંગા યાત્રામાં જોવા મળશે. સાયકલિસ્ટ, સ્કેટર્સ પણ તિરંગા યાત્રામાં જોડાશે. યાત્રાના રૂટ પર રિહર્સલ પણ યોજવામાં આવી છે. તથા યાત્રા પૂર્ણ થયા બાદ કોઇ પણ જગ્યા પર ટ્રાફિક ન થાય તે માટે તૈયારી કરવામાં આવી છે. ગત વર્ષ કરતા પણ આ વર્ષે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના લડવૈયાઓની આન, બાન, શાનમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ તિરંગા યાત્રામાં વિન્ટેજ કાર પ્રદર્શન રજૂ કરવાનો, સ્વચ્છતા અને રાષ્ટ્રીય જવાબદારીને પ્રોત્સાહન આપવા માટે સ્વચ્છ ભારત અભિયાન વિશે મહત્વપૂર્ણ સંદેશાઓ અને માહિતી પણ દર્શાવવામાં આવશે. સભ્યો ત્રિરંગી સાડી પહેરશે. પરંપરાગત ઘૂમર નૃત્ય પ્રદર્શન દ્વારા ભારતની સંસ્કૃતિની સમૃઘ્ધિને ઉજાગર કરશે. શાળા અને કોલેજના બે બેન્ડ રાખવામાં આવશે. વિન્ટેજ કારમાં સવારી કરતા વિદ્યાર્થી ભારતની વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાનું પ્રતિનિધિત્વ કરશે, તથા પરેડમાં હાથમાં રાષ્ટ્ર ઘ્વજ સાથે પોલીસ વિભાગના વિવિધ બેન્ડો, વિવિધ રાજયોના, વિવિધ સમાજના ગુજરાતી, મહારાષ્ટ, બિહાર, સિંઘી, પંજાબી, રાજસ્થાન, કેરેલા, ઓડીસા, બંગાળી, પારસી, વોરા અને તમીલ સમાજના વ્યકિતઓ લોકો પરંપરાગત વેશભૂષા સાથે તેમજ વિવિધ શાળાના બાળકો ઐતિહાસિક પાત્રો બની યાત્રામાં જોડાશે સાથે જ લેઝીમ ગૃપ, ઢોલ-તાશ વાદક, વિવિધ બેન્ડ, નૃત્યાક્ષી, ડાન્સ એકડમી, સંસ્કૃતિ ડાન્સ એકડમી, સુમન સ્કૂલના વિદ્યાર્થીઓ, સોશીયલ ગ્રુપ્સ અને કોલેજ, એન.જી.ઓ.,વિવિધ ઇન્ડસ્ટ્રીના વ્યકિતઓએ વાય જંકશન ડુમસ રોડથી લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમ સુધી તિરંગા યાત્રામાં સહભાગી બનશે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



