આ મિટીંગમાં મેટ્રોની કામગીરી સરળતાથી પુર્ણ કરી શકાય અને શહેરીજનોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તેવા પ્રયત્નો કરવા , આગામી આવનાર તહેવારોને ઘ્યાને લઇ રધુકુળ માર્કેટથી ગરનાળા સુધીનો રસ્તો ખોલી આપવા, અડાજણ ગામથી બદ્રીનારાયણ મંદિર સુધી રોડ રસ્તાની કામગીરી કરવા , અઠવાગેટથી ચોપાટી સુધી ડ્રેનેજ લાઇનની કામગીરી કરવા , વરાછા ઝોન વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર આવેલ હનુમાન મંદિરમાં દર્શનાર્થીઓને અગવડ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા , સોમેશ્વર માર્કેટથી રેલ્વે ઓવર બ્રિજનો એક તરફનો રસ્તો ખુલ્લો કરવા , કલાકુંજ સર્કલ પાસે ખાડી બ્રિજનો રસ્તો ખુલ્લો કરવા , ભેંસાણથી ઉગત સુધીના રસ્તો રીપેર કરવા , પાલનપુર જકાતનાકા વાળા મુખ્ય રસ્તો બંધ હોય જે રસ્તો ખુલ્લો કરવા બાબત , કડોદરાથી સ્મીમેર હોસ્પિટલ આવતા દર્દીઓને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળે તે માટે અને તેઓને સમયસર સારવાર મેળવી શકે તે માટે રેલ્વે ગરનાળા અને રધુકુળ માર્કેટ પાસે ગરનાળા ખુલ્લો કરવા , કબુતર સર્કલ અને આંજણા ખાતે ડ્રેનેજ લાઇનની કામગીરી કરાવવા , ચોકથી મુગલીસરાનો રસ્તો ખુલ્લો કરવા , વરસાદ ની પરિસ્થિતિને ઘ્યાને લઇ તાકીદે રસ્તા રીપેરીંગની કામગીરી કરવા , મેટ્રો રેલ કોપોરેશન ઘ્વારા ગીચ જગ્યાઓમાં વધુ સમય કામગીરી કરી સંપૂર્ણ કામગીરી ઝડપથી પૂર્ણ કરી શકે તે માટે દિવાળી બાદ સ્લોટ ફાળવવા , વધુમાં સુરત શહેરમાં જેમ જેમ કામગીરી પૂર્ણ થાય તેમ તેમ બેરીકેટ હટાવવા , ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ કરવા , મેટ્રોના ડિવાઇડરમાં પ્લાન્ટેશન કરવા સહિતના મુદદાઓ પર ચર્ચા કરવામાં આવેલ.
વધુમાં મેટ્રો રેલની કામગીરીમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ સાથે સંકલન કરી કામગીરી કરવા માન. મેયર શ્રી દક્ષેશ માવાણીએ મેટ્રો રેલ કોપોરેશનના અધિકારીશ્રીઓને સુચના આપી હતી. સદર મિટીંગમાં માન. ડે. મેયર ર્ડા નરેન્દ્ર પાટીલ , માન. સ્થાયી સમિતિ અઘ્યક્ષ રાજન પટેલ , માન. વિવિધ સમિતિ અઘ્યક્ષશ્રીઓ , માન. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી આર.બી.ભોગાયતા , જી.એ.એસ. , માન. એડીશનલ સિટી ઇજનેર અને ઇ.ચા. સિટી ઇજનેર શ્રી જતીન દેસાઇ તથા સુરત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ , સુરત મેટ્રો રેલ કોપોરેશનના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



