સીઆઈડી ક્રાઈમની ગાંધીનગરની ઓફિસમાં ગુનો દાખલ થયો છે. આ કેસમાં જેમની સામે આક્ષેપ છે તેમની સામે કોઈ કાર્યવાહી નહીં કરવા માટે આરોપીઓ દ્વારા 30 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. આ 30 લાખની રકમ ગાંધીનગરમાં સ્વાગત સિટી મોલ પાસે સ્વીકારતા પોઈ પી કે પટેલ તથા તેમના સાગરિત જેવા પોકો વિપુલ દેસાઈ પણ એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ બંને લાંચ કેસમાં ઝડપાયેલા અધિકારીઓ સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવે છે. ઘટનાને પગલે રાજ્યના પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.