વરાછા ઝોન-બી વિસ્તારમાં (૧) ટી.પી. સ્કીમ નં.૨૧ (સરથાણા–સીમાડા)માં ૬૦.૦૦ મી. નો આઈકોનીક રોડ આવેલ છે. સદરહું રસ્તા ઉપર શિવપ્લાઝા રેસીડન્સી પાસે પાસોદરા–કઠોદરા તરફથી આવતી ખાડી પસાર થાય છે જયાં ખાડી પર વર્ષો જુનો પાઈપ કલ્વર્ટ આવેલ છે. સરદહું કલ્પર્ટ જર્જરીત હાલતમાં હોય તેને સુરક્ષાના કારણોસર વાહન વ્યવહાર માટે સુરત મહાનગરપાલિકા ઘ્વારા બંધ કરવામાં આવેલ. (૨) સીમાડામાં આકાર સ્પોર્ટ કલબ પાસે વર્ષો જુનો ખાડી પુલ આવેલ છે. સદરહું ખાડી પુલ ખૂબ જ જર્જરીત થઈ ગયેલ હોય તેમજ ચોમાસા દરમિયાન પુલ ઉપરથી ખાડી પ્રવાહ પસાર થતો હોય, સુરક્ષાના કારણોસર વાહન વ્યવહાર માટે સુરત મહનગરપાલિકા ધ્વારા બંધ કરવામાં આવેલ. (૩) મોજે પાસોદરા ખાતે ગોપી બંગ્લોઝ પાસે પાસોદરા ખાડી ઉપર પાઈપ કલ્વર્ટ બનાવવામાં આવેલ છે. જે પ્રવાહમાં નડતરરૂપ હોય, પાસોદરા ગામ પાસે આવેલ રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યાનું નિમાર્ણ થયેલ. સદરહું ખાડી પુલનું ડીમોલીશન હાથ ધરવામાં આવેલ છે. (૪) કઠોદરા ખાડી ઉપર બુલેટ ટ્રેનનો સર્વીસ રોડ આવેલ છે. જેના ઉપર ખાડી પુલ બનાવવામાં આવેલ છે જે પણ પ્રવાહમાં નડતરરૂપ હોય, ઝોન કચેરી ઘ્વારા તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. .
ઉક્ત કામગીરીમાં મશીનરીમાં જે.સી.બી મશીન ૦૩ , પોકલેન મશીન-૦૩, હાઇવા – ૦૪ , ડમ્પર ૦૧, બ્રેકર મશીન ૦૧, નો ઉપયોગ કરવામાં આવેલ હતો સદર કામગીરીના સુપર વિઝન અને નિયંત્રણ માટે ડે.ઇજનેર-૦ર , જુની. ઇજનેર -૦ર, ટી.એ-૦૩, સુપરવાઈઝર- ૦૩, કોન્ટ્રાક્ટ સુપરવાઈઝર-૦૩, કોન્ટ્રાક્ટ લેબર -૦૩, બેલદાર- ૧૧ સ્થળ પર હાજર રહેલ.
આ સમગ્ર કામગીરી ઝોનના વડા માનનીય ડેપ્યુટી કમિશનર શ્રી(ડી), શ્રીમતી નિધિ સિવાચ, IASના માર્ગદર્શન તેમજ કાર્યપાલક ઇજનેરશ્રી ઉમંગ નાયક ના નેતૃત્વમાં કરવામાં આવેલ છે
અઠવા ઝોન વિસ્તારમાં (૧) ટી.પી. ૪૩,એફ.પી. ૮૧ પાસે ખાડી વાઇડનીંગની કામગીરી(સીઘ્ધી એલીપ્સ) કરવામાં આવેલ. આ કામગીરીમાં પોકલેન મશીન–૧ ઉપયોગ લેવામાં આવેલ છે. સદર કામગીરીના સુપરવીઝન અને નિયંત્રણ માટે ડે.ઈજનેર-૦૧, જુની. ઇજનેર -૦૧, સુપરવાઈઝર- ૦૧, માર્શલ-૦૩ સ્થળ પર હાજર રહેલ. (૨) ભીમરાડ બમરોલી ખાડી બ્રીજ પાસે વાઇડનીંગની કામગીરી(વેકેન્ઝા હોમ્સ) કરવામાં આવેલ. આ કામગીરીમાં મશીનરી જે.સી.બી.– ૧, પોકલેન મશીન–૧ હાઇવા ટ્રક-૦ર, ટ્રેકટર-૦ર વિગેરે ઉપયોગ લેવામાં આવેલ છે. સદર કામગીરીના સુપરવીઝન અને નિયંત્રણ માટે ડે.ઈજનેર-૦૧, જુની. ઇજનેર -૦૧, ટેકનીકલ આસીસ્ટન્ટ- ૦૧, સુપરવાઈઝર- ૦૧, માર્શલ- ૦૩, ડ્રાઇવર-૦૪, ઓપરેટર-૦ર સ્થળ પર હાજર રહેલ. (૩) ભીમરાડથી સચિન મગદલ્લા બ્રીજ પાસે ડાઉનસ્ટ્રીમ વિસ્તારમાં ખાડી રી-એલાઇનમેન્ટની કામગીરી કરવામાં આવેલ. આ કામગીરીમાં મશીનરી પોકલેન મશીન–૧ ,હાઇવા -૦૧ ઉપયોગ લેવામાં આવેલ છે. સદર કામગીરીના સુપરવીઝન અને નિયંત્રણ માટે ડે.ઈજનેર-૦૧, આસી ઇજનેર-૦૧, ટેકનીકલ આસીસ્ટન્ટ- ૦ ૧, માર્શલ- ૦૪, ડ્રાઇવર-૦૧, ઓપરેટર-૦૧ સ્થળ પર હાજર રહેલ.
ઉધના ઝોન એ વિસ્તારમાં ભેદવાડ ખાડી પાસે પાઇપ કલવર્ટ દુર કરવાની કામગીરી ના ભાગરૂપે પાઇપ કલવર્ટ પરથી પસાર થતી હાઇડ્રોલિક ખાતાની પાઇપલાઇન દૂર કરવાની કામગીરી થયેલ છે સદર કામગીરીમાં પોકલેન મશીન– ર, જે.સી.બી.– ૧ પોકલેન બ્રેકર મશીન–૧, હાઇવા -૦૧ વિગેરે મશીનરી ઉપયોગ લેવામાં આવેલ. તેમજ સદર કામગીરીના સુપરવીઝન અને નિયંત્રણ માટે ડે.ઈજનેર-૦૧, આસી ઇજનેર-૦૧ , જુની. ઇજનેર -૦૧, ટેકનીકલ આસીસ્ટન્ટ- ૦ ૨, ઓપરેટર-૦પ , બેલદાર -૦૪ સ્થળ પર હાજર રહી ખાડીની વાઇડનીંગ કરવાની કામગીરી થયેલ છે.



