સુરત શહેરના ચુંટાયેલા મહિલા પ્રતિનિધિશ્રીઓ અને મહિલા પત્રકારશ્રીઓ વચ્ચે સામંજસ્ય સહકારીતા અને સુમેળનો માહોલ સર્જાય તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તા.૧૬/૦૭/ર૦રપ ના રોજ પંડિત દીનદયાળ ઉપાઘ્યાય ઇન્ડોર સ્ટેડીયમ અઠવાલાઇન્સ સુરત ખાતે વિમેન્સ બેડમિન્ટન અને કેરમ ટુર્નામેન્ટ-ર૦રપ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માન.મેયરશ્રી દક્ષેશ કિશોરભાઇ માવાણી ઘ્વારા બેડમિન્ટન ટુર્નામેન્ટ અને કેરમની ટુર્નામેન્ટની મેચોમાં ટોસ કરી તથા રસ્સા ખેંચની રમતની શરૂઆત કરાવી અને સાંસ્કૃતિક સમિતિ અઘ્યક્ષા શ્રીમતી સોનલબેન દેસાઇ સાથે ઝેંન્ગા ગેમ રમી ઇન્ડોર ગેમમાં મોટી સંખ્યામાં ભાગ લેવા બદલ અભિનંદન આપી સેોને પ્રોત્સાહિત કરેલ. બેડમિન્ટન અને કેરમ ટુર્નામેન્ટમાં તમામ મહિલા મ્યુનિસિપલ સભ્યશ્રીઓ અને મહિલા પત્રકાર ખેલાડીઓએ ઉત્સાહભેર ટુર્નામેન્ટની રમતો રમ્યા બાદ નીચે મુજબના મહિલા ખેલાડીઓ વિજેતા નીવડયા હતા.
| વિજેતા | બેડમિન્ટન ટુર્નામેન્ટ | કેરમ ટુર્નામેન્ટ |
| ચેમ્પીયન | શ્રીમતી ઉર્વશીબન પટેલ | શ્રીમતી સ્વાતિબેન સોસા |
| રનર્સઅપ | શ્રી લોપા દરબાર | શ્રીમતી હેમલતાબને રાવતકા |
| તૃતીય | શ્રીમતી હેમલતાબને રાવતકા | શ્રીમતી આરતીબેન એચ.પટેલ |
| ચતુર્થ | શ્રી નિકીતા શર્મા | શ્રીમતી જયશ્રીબેન આર. વરીયા |
વિમેન્સ બેડમિન્ટન અને કેરમ ટુર્નામેન્ટના વિજેતાઓને ઉપસ્થિત માન. મેયરશ્રી દક્ષેશ કિશોરભાઇ માવાણી અને શાસક પક્ષના નેતાશ્રી શશીબેન ડી. ત્રિપાઠી સાંસ્કૃતિક સમિતિ અઘ્યક્ષા શ્રીમતી સોનલબેન દેસાઇ તથા સાંસ્કૃતિક સમિતિ ઉપાઘ્યક્ષાશ્રી ઋતાબેન ખેનીના વરદ્હસ્તે ટ્રોફી એનાયત કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ઉપરાંત રસ્સા ખેંચ અને વિવિધ ગામઠી રમતોમાં વિવિધ સમિતિના ચેરમેનશ્રીઓ મ્યુનિ.સભ્યશ્રીઓ પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહી આ ટુર્નામેન્ટ અને આનંદ પ્રમોદ માટે વિવિધ ગામઠી રમતોમાં ઉત્સાહભેર ભાગ લઇ સેોનો ઉત્સાહ વધાર્યો હતો.



