આ મિટીંગમાં જિલ્લા વિસ્તાર માટે માન. કલેકટરશ્રી સુરત અને લાગત વિભાગના અધિકારીશ્રીઓ ઘ્વારા તથા સુરત મહાનગરપાલિકા વિસ્તાર માટે માન. કમિશનરશ્રી અને લાગત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવેલ. જિલ્લા વિસ્તારના મુદદાઓ બાબતે અધિક નિવાસી કલેકટરશ્રી અને સુરત મહાનગરપાલિકા વિસ્તારના મુદદાઓ માટે સિટી ઇજનેરશ્રી ઘ્વારા પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવેલ. આ મિટીંગ દરમ્યાન સુરત મહાનગરપાલિકા,રેલ્વે વિભાગ, માર્ગ અને મકાન વિભાગ,સુરત શહેરી વિકાસ સત્તા મંડળ, સુરત નહેર વિભાગ,ઉકાઇ અને કાકરાપાળ નહેર વિભાગ, તાપી પાળા વિભાગ,નેશનલ હાઇવે નં.૪૮ અને પ૩, નેશનલ એકસ્પ્રેસ -વે, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, DFCCIL4GPCB, ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ સહિતના વિભાગો હેઠળ આવેલ બ્રિજો અને તેની પરિસ્થિતિ સંદર્ભે માન. મંત્રી નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ શ્રી કનુભાઇ દેસાઇ સમક્ષ પ્રેઝન્ટેશન મારફત તેઓના વિભાગની બ્રિજો સંદર્ભેની માહિતી રજુ કરવામાં આવેલ. બ્રિજસિટી તરીકે ખ્યાતનામ સુરત શહેરમાં હાલ ૧ર૧ બ્રિજ આવેલ છે. જે દરેક બ્રિજનું હેલ્થ કાર્ડ તૈયાર કરી તેને ૪ કેટેગરીમાં વિભાજન કરવામાં આવે છે. કેટેગરી –‘એ’ ,સારી સ્થિતિ ધરાવતો બ્રિજોમાં -૮૦ બ્રિજ કેટેગરી –‘બી’ ,માઇનોર રીપેરીંગ ધરાવતા તથા નોન સ્ટ્રકચરલ ભાગોના રીપેરીંગ ધરાવતા બ્રિજામાં -૧પ બ્રિજ, કેટેગરી -‘સી’,સ્ટ્રકચરલ ભાગોમાં મેજર રીપેરીંગ ધરાવતા બ્રિજોમાં -ર૬ બ્રિજ તથા કેટેગરી –‘ડી’ ,તાત્કાલિક ધોરણે વાહન વ્યવહાર માટે બંધ કરી રીપેરીંગ કરવા જોગ બ્રિજોમાં -૦(નીલ) બ્રિજ છે.વધુમાં સુરત મહાનગરપાલિકા ઘ્વારા કરવામાં આવતી બ્રિજોની રીપેરીંગ કામગીરીની સંક્ષિપ્ત માહિતી આપી હતી. ત્યારબાદ માન. મંત્રી નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ શ્રી કનુભાઇ દેસાઇએ ઉપસ્થિત લાગત અધિકારીશ્રીઓને ટેન્ડર પ્રકિયા વધુ સુદ્વઢ બનાવવા ,બ્રિજ ઇન્સ્પેકશન કરવા એસ.ઓ.પી તૈયાર કરવા તથા જર્જરિત બ્રિજો સંદર્ભે જરૂરી સુચના આપી હતી.
વધુમાં સદર મિટીંગમાં સુરત મહાનગરપાલિકા તથા લાગત વિભાગ ઘ્વારા સુરત શહેરમાં ચોમાસા દરમ્યાન થતા ખાડીપુર અને તેના કારણો અને તે ખાડીપુર નિવારણ અર્થે રચાયેલ હાઇ કમિટી મારફત કરવામાં આવેલ કામગીરી કે જેમાં ટુંકા ગાળાના આયોજનો જેમાં ખાડી ડિસ્લટીંગની કામગીરી,ખાડીની પહોળાઇ વધારવાની કામગીરી,ખાડી પરના બિનઅધિકૃત બાંધકામ/ઝિંગા તળાવ દુર કરવા બાબતની કામગીરી તથા અન્ય લાંબાગાળાની કામગીરી સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ. ચોમાસા દરમ્યાન ખાડીમાં આવતું શુઘ્ધ પાણી મોટા પ્રમાણમાં હોય જેનો યોગ્ય વપરાશ – વોટર મેનેજમેન્ટ કરી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવેલ. ત્યારબાદ માન. મંત્રી નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ શ્રી કનુભાઇ દેસાઇએ સદર માહિતીથી અવગત થઇ ખાડીના દબાણ દુર કરી ખાડી વાઇડનીંગની કામગીરી કરવા સુચના આપી હતી.
આ મિટીંગમાં માન. મેયર શ્રી દક્ષેશભાઇ માવાણી, માન.ધારાસભ્ય શ્રી સંદિપભાઇ દેસાઇ, માન.ધારાસભ્ય શ્રી મનુભાઇ પટેલ,માન. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ,માન. સ્થાયી સમિતિ અઘ્યક્ષ શ્રી રાજન પટેલ, માન. કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, આઇ.એસ.એસ, માન. કલેકટર ર્ડા.સેોરભ પારધી,આઇ.એ.એસ,માન. માન. ડી.ડી.ઓ શ્રી શિવાની ગોયલ,આઇ.એ.એસ., માન. ડેપ્યુટી કમિશનર શ્રી નિધિ સિવાચ, આઇ.એ.એસ, માન. ડેપ્યુટી કમિશનર શ્રી દિનેશ ગુરવ,આઇ.એ.એસ,માન.પૂર્વ સ્થાયી સમિતિ અઘ્યક્ષ શ્રી પરેશભાઇ પટેલ,સુરત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ, કલેકટર કચેરી અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા મિડીયાના મિત્રો ઉપસ્થિત રહયા હતા.



