સાઉથ ઝોન-બી ( કનકપુર )માં શાળા નં.૩૬૭ પીએમશ્રી પારડી કણદે પ્રાથમિક શાળા, પ્લોટ નં.૧૯૬, ટી.પી.પ૯ પારડી કણદે-સચિન-કનસાડ, પ૦ બેડ હોસ્પિટલની બાજુમાં, પારડી કણદે, સુરત ખાતે , લિંબાયત ઝોનમાં શાળા નં. ૧૯પ અને ૧૦ર પ્લોટ નં.૧૬ર,ટી.પી.૪૧, ખોડલકૃપા સોસાયટી, સ્વસ્તિક સ્કવેર બિલ્ડીંગ સામે, નવાગામ શાકમાર્કેટ પાસે, નવાગામ, સુરત ખાતે તથા શાળા નં. ૬૩ , પ્લોટ નં.૧૩પ, ટી.પી.૪૦, જ્ઞાનસાગર વિધ્યાલય પાસે, શિવ પૂજન એપાર્ટમેન્ટ અને વૃંદાવન સોસાયટી પાસે, સુરત ખાતે , વરાછા-એ ઝોનમાં શાળા નં. ૯૪ અને ૯૬ બોમ્બે કોલોનીની બાજુમાં, કાપોદ્રા ચાર રસ્તા પાસે, વરાછા રોડ, સુરત ખાતે તથા શાળા નં.૩૭પ , મુ.પો.સણીયા હેમાદ, નિશાળ ફળિયું, પાણીની ટાંકી પાસે, સુરત ખાતે; વરાછા-બી ઝોનમાં શાળા નં.૩૮૧ મુ.પો.વાલક, સુરત ખાતે ,રાંદેર ઝોનમાં શાળા નં.૩૧૯ , પ્લોટ નં.૧૭૩, ટી.પી.૧૪(પાલ) પાલ ગામ, જી.સુરત સહિતની કુલ-૦૭ શાળામાં નવા બાંધકામમાં સાકારિત થનાર કુલ ર૦૩ કલાસરૂમમાં અંદાજિત કુલ ૧૦,૦૦૦ વિધ્યાર્થીઓને શિક્ષણની સુવિધાનો લાભ મળશે.
આ કાર્યક્રમ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં માન. મેયર શ્રી દક્ષેશ માવાણીએ તેમના પ્રવચનમાં જણાવ્યું કે છેલ્લા દોઢ વર્ષમાં જે શાળાની ખાતમુહૂર્તવિધિ માન.કેન્દ્રીય મંત્રી, જળશકિત મંત્રાલય શ્રી સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ છે તે શાળાઓ પૈકી ડિસેમ્બર-ર૦રપ સુધીમાં ૧૦ જેટલી શાળાનું લોકાર્પણ પણ કરી શકાશે. વધુમાં તેઓના માર્ગદર્શન હેઠળ પ્રાઇવેટ શાળાઓની જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના અંદાજીત ર,૦૦,૦૦૦ જેટલા વિધ્યાર્થીઓને સ્પોર્ટસ યુનિફોર્મ, બે જોડી સ્કૂલ યુનિફોર્મ ની સુવિધા ઉપલબ્ધ કરાવામાં આવેલ છે. છેલ્લા વર્ષમાં ૬,૦૦૦ જેટલા વિધ્યાર્થીઓએ પ્રાઇવેટ શાળામાંથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં એડમીશન લીધું છે. ”વસુદેવ કુટુંમ્બકમ” ને ચરિતાર્થ કરી દેશના વિવિધ રાજયમાંથી સુરત શહેરમાં પોતાની કર્મભૂમિ બનાવનાર લોકોના બાળકોના શિક્ષણ માટે વિચાર કરી સુરત મહાનગરપાલિકા ઘ્વારા વિવિધ ૬ ભાષામાં શિક્ષણ પૂરું પાડતી દેશની એક માત્ર મહાનગરપાલિકા છે. સુરત મહાનગરપાલિકા ઘ્વારા તમામ શાળામાં સ્માર્ટ બોર્ડ લગાડવામાં આવેલ છે. આ વર્ષે ધોરણ-૧૦માં ૯૬% અને ધોરણ-૧ર માં ૯૪% રિઝલ્ટ સુમન શાળાના વિધ્યાર્થીઓએ પ્રાપ્ત કરેલ છે. જે સુરત મહાનગરપાલિકાની ગુણવતાયુકત શિક્ષણનું પ્રમાણ છે. વધુમાં તેઓએ શિક્ષણ વ્યવસ્થાને ઉચ્ચ સ્થળે લઇ જનાર શિક્ષકોને અભિનંદન અને વિધ્યાર્થીઓના ઉજવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.
કાર્યક્રમ પ્રસંગે માન.ધારાસભ્ય શ્રી સંદિપભાઇ દેસાઇએ તેમના પ્રવચનમાં જણાવ્યું કે આજરોજ આપણા શહેર માટે ખુબ જ આનંદની વાત છે, કારણકે આજરોજ એકસાથે વિવિધ -૦૭ શાળા ભવન ના કુલ ર૦૩ કલાસરૂમની ખાતમુહૂર્તવિધિ કરવામાં આવેલ છે. સુરત મહાનગરપાલિકા વિકાસના કામોમાં અગ્રેસર છે. જેમાં એક સાથે ડુમસ સી ફેસ, સુરત મહાનગરપાલિકાનું આઇકોનિક ઓફિસ બિલ્ડીંગ, તાપી રીવર ફ્રન્ટ,સુરત રેલ્વે સ્ટેશન,બુલેટ અને મેટ્રો રેલ પ્રોજેકટ જેવા મહત્વકાંક્ષી વિકાસના કામો ચાલી રહયા છે. વધુમાં તેઓએ સુરત મહાનગરપાલિકાને મળેલ સ્વચ્છતા, પાણી તથા અન્ય વિવિધ ક્ષેત્રના એવોર્ડની સિઘ્ધી અને સુરત મહાનગરપાલિકાના વિકાસકામો માટે માન. કેન્દ્રીય મંત્રી, જળશકિત મંત્રાલય શ્રી સી.આર.પાટીલે કરેલા અમુલ્ય યોગદાન વિશે સંક્ષિપ્તમાં માહિતી આપી હતી.
આ કાર્યક્રમ પ્રસંગે માન.કેન્દ્રીય મંત્રી, જળશકિત મંત્રાલય શ્રી સી.આર.પાટીલએ તેમના પ્રવચનમાં જણાવ્યું કે તેઓએ પોતે પણ જિલ્લા શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ મેળવેલ છે. સુરત મહાનગરપાલિકાએ વિધાર્થીઓના શિક્ષણને ઘ્યાને રાખી સુમન શાળામાં ધોરણ -૮ થી ધોરણ -૧ર અભ્યાસ કરાવતી એકમાત્ર મહાનગરપાલિકા છે.સુરત મહાનગરપાલિકાની શાળામાં પુરતા શિક્ષકો આપવામાં આવ્યા છે. સુરત મહાનગર પાલિકાની શાળાઓમાં ભણીને વિધ્યાર્થીઓ પોતાની ક્ષમતા મુજબ પ્રગતિ કરશે. બાળકોની શિક્ષણ માટે માન.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સતત કાર્યરત છે. તમારા બાળકો ના અભ્યાસ એ અમારી ફરજ છે -એ સંકલ્પ કરીને સુરત શહેરમાં આજરોજ વિવિધ ઝોનમાં સાકારિત થનાર કુલ-૦૭ પ્રાથમિક શાળાના ભવનમાં કુલ ર૦૩ કલાસરૂમ તૈયાર થતાં અંદાજીત ૧૦,૦૦૦ બાળકોને શિક્ષણનો લાભ પ્રાપ્ત થશે. ”સ્વચ્છતા સુપર લીગ”માં મળેલ એવોર્ડ બદલ તેઓએ પદાધિકારીશ્રીઓ, સફાઇકર્મીઓ,સુરત મહાનગરપાલિકાના અધિકારીશ્રીઓ, મ્યુ.સદસ્યશ્રીઓ તથા શહેરીજનોને અભિનંદન પાઠવ્યા તેમજ સુરત શહેરને મળેલ સ્વચ્છતાનું બિરુદ ટકાવી રાખવા સ્વચ્છતા જાળવવા જણાવેલ.સુરત મહાનગરપાલિકા વિકાસ કામોને લઇને વિશ્વમાં સેોથી ઝડપથી વિકસિત થતું ચોથા નંબરનું શહેર છે. જે આપણાં માટે ગેોરવની વાત છે. વધુમાં ‘જળ છે તો જીવન છે’ અને ‘જલ હે તો કલ હે’ આ વાતને ઘ્યાનમાં રાખીને જરૂર કરતાં વધારે પાણી વાપરવું નહીં. તમારા એપાર્ટમેન્ટમાંથી, પોતાના ઘરની અગાસીમાંથી તથા કોર્પોરેશનના બિલ્ડીંગોમાંથી પાણી જમીનમાં ઉતારવા માટેના પ્રયત્નો કરવા જોઇએ. આપણું કર્તવ્ય છે કે આપણે પાણી બચાવીશું, નહીં તો આવનારી પેઢી માટે તે અન્યાય થશે. વધુમાં તેઓએ સુરત મહાનગરપાલિકાના આઇકોનિક ઓફિસની વિશેષતા તથા અન્ય વિકાસકામોની સંક્ષિપ્ત માહિતી આપી હતી.
કાર્યક્રમમાં માન. ડે. મેયર ર્ડા. નરેન્દ્ર પાટીલ,માન. સ્થાયી સમિતિ અઘ્યક્ષ શ્રી રાજન પટેલ,માન. પૂર્વ. મેયર શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, માન. પૂર્વ સ્થાયી સમિતિ અઘ્યક્ષ શ્રી પરેશભાઇ પટેલ, માન.નગર પ્રાથમિક સમિતિ અઘ્યક્ષશ્રી, માન. વિવિધ સમિતિના અઘ્યક્ષશ્રીઓ, માન. મ્યુ. સદસ્યશ્રીઓ , શિક્ષકો, મિડીયાના મિત્રો, શહેરીજનો તથા અન્ય મહાનુભવો ઉપસ્થિત રહયા હતા.



