સુરત પાલિકાએ ગૌરવપથના સિમેન્ટ કોંક્રિટ રોડ આગળ વધારીને હજીરા-ઈચ્છાપોર સુધી કનેક્ટિવિટી મળી રહે તે માટે કામગીરી શરુ કરી છે. રોયલ ડાઈંગથી પાલ ગૌરવપથને જોડતો સીસી રોડ ખુલ્લો મુકાયોને હજી છ મહિનાનો સમય થયો નથી ત્યાં રોડ પર ભ્રષ્ટાચારની તિરાડ અને ખાડા જોવા મળી રહ્યાં છે. આટલા ટૂંકા ગાળામાં અનેક જગ્યાએ રોડ પર થીંગડા મારી દેવામા આવ્યા છે. હાલ રોડની આ હાલત છે તો ગેરંટી પીરીયડ પુરો થયા પછી રોડ નવેસરથી બનાવવા પડે તો નવાઈ નહીં. કરોડોના ખર્ચે બનેલા રોડની છ મહિનામાં હાલત આવી થતી હોય તો કોન્ટ્રાક્ટરની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ ઉપરાંત લોકો એવું પણ કહી રહ્યા છે કે, ભ્રષ્ટાચાર ન થયો હોય તો છ મહિના કરતાં ઓછા સમયમાં રોડ ઉપર ઠેક ઠેકાણે થીંગડા મારવા પડે.
સુરતને નવી કનેક્ટીવીટી મળે તે માટે કેનાલ રોડ પર આવેલી રોયલ ડાઈંગ થી હજીરા તરફના રોડની કામગીરી 16.27 કરોડના ખર્ચે શેઠ કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવી છે. આ કંપનીએ કામગીરી કરી છે. રોયલ ડાઈંગથી પાલ ગૌરવપથ તરફ 850 મીટરના રોડની કામગીરી પૂરી કરી છે. રોડની કામગીરી પૂરી થઈ છે પરંતુ રોડની બંને તરફ વાઈડીંગ ની કામગીરી હજુ ચાલી રહી છે. છ મહિના પહેલા આ રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે. પરંતુ રોડની કામગીરીમાં વેઠ ઉતારી હોવાથી છ મહિના પણ થયાં નથી અને સીસીરોડ પર અનેક જગ્યાએ ખાડા પડ્યા છે તો કેટલીક જગ્યાએ લાંબી તિરાડો પડી છે.
હજી તો કોન્ટ્રાક્ટરે કામગીરી પૂરી કરી નથી ત્યાં અનેક જગ્યાએ રોડ પર થીંગડા જોવા મળી રહ્યાં છે અને અનેક જગ્યાએ ખાડા અને મોટી તિરાડો યથાવત છે. જે કામગીરી થઈ છે તે પાલિકા તંત્ર કહે છે 850 મીટર રોડની કામગીરી માટે 14.38 કરોડની કામગીરી થઈ ગઈ છે. જોકે, આ કામગીરી થઈ પરંતુ હજુ કામગીરી પૂરી થાય તે પહેલાં જ ખાડા અને તિરાડો પડી હોવાથી કામગીરીની ગુણવત્તા અને મટીરીયલ્સ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetwrokNews)



