કારગીલની ઊંચી પહાડીઓમાં કબ્જો જમાવી બેઠેલા ઘૂસણખોરોને પાઠ ભણાવવા ભારતીય લશ્કરની ત્રણેય પાંખના જવાનોએ માણસનું હાડ થિજાવી દે તેવી વિષમ પરિસ્થિતિમાં ર૬મી જુલાઇ, ૧૯૯૯ના દિવસે ઓપરેશન વિજય પાર પાડીને કારગીલ, દ્રાસ અને બટાલિકની બધી ચોકી પર પાછો ભારતીય ત્રિરંગો ફરકાવ્યો ત્યારથી ર૬મી જુલાઇના રોજ કારગીલ વિજયને “વિજય દિવસ” તરીકે મનાવવા સાથે કારગીલ યુઘ્ધમાં શહીદ થયેલા જવાનોને શ્રઘ્ધાંજલિ આપવામાં આવે છે. સુરત મહાનગરપાલિકા દ્બારા તા.ર૬/૦૭/ર૦રપને શનિવારનાં રોજ સવારે ૮.૩૦ કલાકે કારગીલ ચોક, લેકવ્યુ ગાર્ડન પાસે, પીપલોદ, સુરત ખાતે માતૃભૂમિની આઝાદીની રક્ષાર્થે શહીદ થયેલા વીર સપૂતોને શ્રઘ્ધા સુમન અર્પણ કાર્યક્રમ રાખવામાં રાખવામાં આવ્યો હતો.
જેમાં માન. મંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી, રમત ગમત, યુવક સેવા, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતીનો પ્રભાગ, વાહન વ્યવહાર, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, જેલ, સરહદી સુરક્ષા (તમામ સ્વતંત્ર હવાલો) ગૃહ અને પોલીસ હાઉસીંગ, ઉધ્યોગ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ(રાજય કક્ષા), માન.મેયરશ્રી દક્ષેશભાઇ માવાણી, ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઇ મોદી, ડે.મેયરશ્રી ડો.નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અઘ્યક્ષશ્રી રાજનભાઇ પટેલ, મ્યુનિ.કમિશનરશ્રી શાલીની અગ્રવાલ,આઇ.એ.એસ., શાસક પક્ષ નેતા શ્રીમતી શશીબેન ત્રિપાઠી, શાસક પક્ષના દંડકશ્રી ધર્મેશકુમાર વાણીયાવાલા, વિવિધ સમિતિના અઘ્યક્ષશ્રીઓ, મ્યુનિસિપલ સભ્યશ્રીઓ, મ્યુનિ.અધિકારીશ્રીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોએ પોલીસ જવાનોના બ્યુગલની ધુન સાથે ફુલોની રીડ અર્પણ કરી દેશ માટે શહીદ થયેલા વીર જવાનોને સલામી આપી હતી. કારગીલ યુઘ્ધમાં સામેલ જવાનો, માજી સૈનિકો અને ફોજી ગૃપના જવાનો, લાન્સર્સ આર્મી સ્કુલ તથા નગર પ્રથમિક શિક્ષણ સમિતિના બાળકો રેલી આકારે આવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ર૬મી જુલાઇ, ૧૯૯૯ના કારગીલ યુદ્વ વિજયને આપણે સૌ વિજય દિવસ તરીકે મનાવીએ છીએ, કારગીલ યુદ્વ દરમ્યાન આપણા જવાનોએ જે રીતે વિષમ અને મનુષ્ય ન રહી શકે તેવા વાતાવરણમાં યુદ્વ લડી, ભારતીય શકિત્તનો પરચો બતાવ્યો તે દુશ્મનોને તો ઠીક, પણ સમગ્ર વિશ્વને યાદ રહેશે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા માજી સૈનિકોને તુલસીના રોપા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અંતે “શહીદો અમર રહો”, “વંદે માતરમ્” અને “ભારત માતા કી જય” ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



