સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલેકપોર ગામના ખેડૂતો અને ગ્રામજનો માટે રાહતના સમાચાર છે. છેલ્લા ચાર વર્ષથી પલસાણા તાલુકામાં આતંક મચાવી રહેલો એક દીપડો આખરે વનવિભાગ દ્વારા મૂકવામાં આવેલા પાંજરામાં કેદ થયો છે. દીપડાના પકડાવાથી સ્થાનિક ખેડૂતો અને ખેતમજૂરોમાં આનંદની લાગણી છવાઈ છે, કારણ કે તેઓ છેલ્લા લાંબા સમયથી તેના ભય હેઠળ જીવી રહ્યા હતા.
પલસાણા તાલુકા ખાસ કરીને મલેકપોર અને આસપાસના ગામડાઓમાં છેલ્લા ચાર વર્ષથી દીપડાની દહેશત વર્તાઈ રહી હતી. ખેતરોમાં કામ કરતા ખેડૂતો અને ખેતમજૂરો માટે દીપડાનો ભય એક મોટી સમસ્યા બની ગયો હતો. દીપડો અવારનવાર પશુઓનું મારણ કર્યો હતો અને ક્યારેક માનવ વસવાટની નજીક પણ જોવા મળતો હતો જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ રહેતો હતો. ખાસ કરીને રાત્રિના સમયે ખેતરોમાં પાણી વળવા જતા ખેડૂતો અને ખેતમજૂરો જીવના જોખમે કામ કરતા હતા.
મહત્વનું છે કે, આજે વહેલી સવારે શિકારની શોધમાં ભટકી રહેલો આ દીપડો વનવિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં ફસાઈ ગયો. દીપડો પાંજરે પુરાયાની જાણ થતાં જ વનવિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. દીપડાના પકડાવાથી મલેકપોર સહિત આસપાસના ગામોના ખેડૂતો અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. હવે તેઓ નિર્ભયપણે પોતાના ખેતરોમાં કામ કરી શકશે અને પશુધનની સુરક્ષા અંગેની ચિંતા પણ ઓછી થશે.
Editor & Chief – VIMAL PARMAR (PrimeNetworkNews)



